Friday, November 1, 2013

એક ચેલેન્જ.... આ વિડીયો જોઇને હસ્યા વગર રહી બતાવો!


માત્ર બે જ મિનિટનો આ વિડીયો મજેદાર છે. વિકરાળ વાઘથી (ખરેખર તો નાના પણ બે વાઘથી!) જરા પણ ફફડ્યા વગર એક વાંદરો એ બેઉ બચ્ચાંની કેવી કાનપટ્ટી ખેંચે છે, તેનો છે. 
પણ  મઝાની વાત એ છે કે વાંદરો જરાય ડીફેન્સિવ નથી. 
તે વાઘ સામે અકસ્માતે ભેરવાઇ નથી ગયો. 
બલ્કે ‘હુમલો એ જ શ્રેષ્ઠ રક્ષણ છે’ એ ચાણક્ય વચનને અમલમાં મૂકે છે અને તેના એરિયામાં એન્ક્રોચમેન્ટ કરનારને તેની પોતાની આગવી રીતે રવાના કરી દે છે.
વિડીયો જોતાં મીઠી મુંઝવણ એ થાય એમ છે કે હસ્યા વગર રહી ના શકાય એવા સંગીત માટે  ડીસ્કવરી ચેનલના મ્યુઝિક વિભાગને શાબાશી આપવી કે આ રિયાલીટી શોનું શૂટીંગ કરનાર કેમેરામેન અને ટીમને ઢગલો ધન્યવાદ આપવા?
 

નીચે તસ્વીર પર ક્લિક કરો અને તમે જાતે જ નક્કી કરો!



આ જોતાં ‘વાંદરાએ સિંહને લાફો માર્યો’ વાળી આ જૂની રમૂજ યાદ આવી કે નહીં? 
સિંહ જંગલમાં આરામ કરી રહ્યો હતો અને એક વાંદરાએ તેને લાફો મારી દીધો. રાજા જેવા રાજાને કોઇ તમાચો મારી જાય? વાત ફેલાય તો જંગલમાં પોતાની આબરૂ શું રહે?
સિંહને ગુસ્સો ચઢ્યો અને વાંદરાની શોધમાં જંગલમાં દોડ્યો. પેલા વાંદરો
સંતાવા માટે એક ઝાડ નીચે છાપામાં મોં સંતાડીને બેસી ગયો. સિંહે ત્યાં આવીને પૂછ્યું “અહીંથી એક વાંદરાને નાસી જતો જોયો?”
વાંદરાએ પેપરમાં જ મોંઢું રાખીને સામું પૂછ્યું “કયો પેલો
વાંદરો? જેણે સિંહને લાફો માર્યો એ?”  મિડીયા પર અકળાતો હોય એમ સિંહ બોલ્યો,“એટલી વારમાં પેપરમાં પણ આવી ગયું?!” 







3 comments:

  1. THNKS FOR SHARING...! HATS OFF FOR SUPER CEMARA-WORK AND EDITING TOO.! GOOD ONE.

    ReplyDelete
  2. nice....! Thnks for Sharing.. Super Cemara-work and Editing too. Without ANY Useless Narration.! Classic.

    ReplyDelete
  3. સાહેબ, બહુ જુની વાત યાદ દેવડાવી. આજે પણ આ વાત પર હસી આવે છે. આ વાંદરાની લાક્ષણિકતા જ કહી શકાય. જે લાઇવ જોવા મળી. આભાર આપનો.

    ReplyDelete